Table of Contents
આત્મનિર્ભર એટલે શું ? ટૂંકમા કહીએ તો આત્મનિર્ભર એટલે આયાત ઓછી અને નિકાસ મોટા પ્રમાણમાં થતી હોય તેવી પરિસ્થિતિ હોય તેને આત્મનિર્ભર કહેવાય. આત્મનિર્ભર ભારત એ શક્ય બની શકે? આત્મનિર્ભર ભારત બનાવવા માટે સરકારે કેવી અર્થવ્યવસ્થાની જોગવાઈ કરવી જોઈએ. તો મનમાં ઘણા પ્રશ્નો થતા હોય છે તો આપણે પ્રથમ આત્મનિર્ભરતા વિશે જાણવું જોઈએ.
અંગસ મેડિસન અર્થશાસ્ત્રના જાણીતા પ્રોફેસર છે. તે બ્રિટિશ નાગરિક અને યુરોપિયન આર્થિક સહયોગ સંગઠનમાં અધિકારીના હોદ્દા પર ઘણા વર્ષો સુધી તેને સેવાઓ આપેલી છે. ત્યારબાદ તેઓ હોલેન્ડની યુનિવર્સિટી ગોનીગન ખાતે અર્થશાસ્ત્ર વિભાગના વડા બન્યા. અંગત મેડિસન વૈશ્વિક અર્થશાસ્ત્ર ઉપર ઘણા પુસ્તકો લખ્યા છે તેનું પ્રમાણ “The world economy amia contours of world economy” નામનું પુસ્તક છે.
પ્રથમ સદીનું અર્થતંત્ર.
અંગસ મેડિસનના પુસ્તક “The world economy amia contours of world economy” ના આધારે આપણે પ્રથમ સદીના વિશ્વના અર્થતંત્ર વિશે ચર્ચા કરીશું. વિશ્વના વેપારી સ્વરુપ કયા દેશો પ્રભાવશાળી રહ્યા તેના વિશે વિગતવાર ચર્ચા કરીશું. પ્રોફેસર મેડિસનના પુસ્તક અનુસાર 10 મી અને 11 મી સદી સુધીમાં વિશ્વની જીડીપીમાં ભારતનો હિસ્સો ૩૩ ટકા જેટલો હતો. એનો મતલબ એ કે વિશ્વની જીડીપીના એક તૃતીયાંશ જેટલો ભાગ ભારતનો હતો. સમગ્ર વિશ્વમાં વ્યાપારમાં આપણે પ્રથમ નંબરે હતા. વિશ્વમાં લગભગ તમામ દેશોમાં ઘણી વસ્તુઓનો નિકાસ કરતા હતા. વેનિસ અને જીનીવા યુરોપના આ બે શહેરો તે દિવસે આપણા દ્વારા જે વેપાર કરતા હતા. તેઓ પણ ખૂબ વિકાસ પામ્યા હતા.
ત્યારબાદ ઘણા બાહ્ય અને મુસ્લિમ આક્રમણો ના કારણે વૈશ્વિક વ્યાપારમાં આપણું સ્થાન ઘટતું ગયું. તેમ છતાં વિશ્વના બજારમાં ભારતીય માલ સામાનની વિશ્વાસનીય અને એટલી મજબૂત હતી કે બ્રિટિશરો આવ્યા. ત્યાં સુધીમાં વિશ્વની જીડીપીમાં આપણો હિસ્સો 22% હતો. આ સમયે પણ એ કહી શકાય છે કે આત્મનિર્ભર ભારત ત્યારે પણ હતું.
બ્રિટિશ રાજમાં અર્થવ્યવસ્થા.
આત્મનિર્ભર ભારતનો ઉત્તરતો ક્રમ યથાવત રહ્યો, કારણ કે અંગ્રેજોએ આપણા વ્યવસાય પર સીધો જ હુમલો કર્યો. તેના કારણે તે પડી ભાંગ્યા, આપણો ઉદ્યોગો બંધ થયા અને આત્મનિર્ભર ભારત એ પરાધીન બનાવી દીધું. ઈ.સ. 1947માં જ્યારે ભારત દેશની આઝાદ થયું અને ત્યારે વિશ્વની જીડીપીમાં ભારતનો હિસ્સો માત્ર 3.5% જેટલો રહ્યો હતો એમ કહી શકાય કે ત્યારે પણ આત્મનિર્ભર ભારત હતું.
આઝાદી પછીનું ભારતનું અર્થતંત્ર.
આત્મનિર્ભર ભારતને ટકાવી રાખવા આપણી આયાત નજીવી હતી અને સમગ્ર વિશ્વમાં મોટા પ્રમાણમાં નિકાસ કરવામાં આવતી હતી. સ્વાભાવિક રીતે દુનિયાનો પૈસો આવતો અને આપણે વધુ સમૃદ્ધ થતા હતા. ઇતિહાસ પ્રમાણે પહેલા મુસ્લિમોના આક્રમણકારો અને ધાર્મિક મતભેદો અને અત્યાચારોએ આપણા વ્યવસાયો બગાડ્યા ત્યારબાદ અંગ્રેજી બાકીની કસર પૂરી કરી. અંગ્રેજોએ આપણા આત્મનિર્ભર ભારતના અર્થતંત્રને સંપૂર્ણપણે આત્મનિર્ભરમાંથી નિર્ભર અર્થતંત્ર બનાવી દીધું. આપણે અંતે કફોડી હાલતમાં મૂકીને તે ગયા. ઈ.સ. 1950 માં આપણી અર્થવ્યવસ્થા માત્ર 30.6 બિલિયન યુએસ ડોલરની હતી આપણો દેશ બધા અર્થમાં ગરીબ હતો.
ઈ.સ. 1947 માં જ્યારે આપણે સ્વતંત્ર થયા ત્યારે આપણી અર્થવ્યવસ્થા સરક્ષણ વાદી હતી આપણે વિદેશી કંપનીઓને વધારે પ્રોત્સાહન તો નથી આપ્યું. પરંતુ સાથે દેશમાં સ્પર્ધાત્મક વાતાવરણ પણ ઊભું થવા નથી દીધું. મોટાભાગના વ્યવસાયો ઉદ્યોગો સેવાઓ સરકાર દ્વારા ચલાવવામાં આવતી હતી. અમુક ખાનગી ઉદ્યોગો કે જે અમુક ક્ષેત્રોમાં હતા તેમને પણ લાયસન્સ આપવામાં આવતા હતા.
દાખલા તરીકે કોઈ પણ ખાનગી ઉદ્યોગોને લાયસન્સ આપવામાં આવેલ હોય તે જ પ્રમાણે પ્રોડક્શન કાઢવામાં આવતું. જો એક પણ વસ્તુ કે પ્રોડક્ટ જો વધારે કાઢવામાં આવે તો તેના પર ડંડ વસૂલવામાં આવતો હતો. 1960 માં આપણી નિકાસ માત્ર 1040 કરોડ હતી. જે સંપૂર્ણપણે ઓછી હતી 1970 માટે થોડી સુધરી હતી અને 1535 કરોડ થઈ પરંતુ તેમ છતાં આપણે ખોટનો વ્યાપાર કરતા હતા. 1960 માં આપણી આયાત 1795 કરોડ રૂપિયા હતી એટલે કે ત્યારે આપણે 700 કરોડની વધુ નુકસાન ઉઠાવી રહ્યા હતા.
૧. આપણે સરકાર દ્વારા નિયંત્રિત અર્થવ્યવસ્થાને બજાર નિયંત્રિત અર્થવ્યવસ્થામાં બદલી.
૨. આપણું બજાર સમગ્ર વિશ્વ માટે ખોલી દીધું.
૩. આપણે ઉત્પાદન આધારિત અર્થવ્યવસ્થામાંથી સેવા આધારિત અર્થવ્યવસ્થાનો રસ્તો પકડયો.
અર્થવ્યવસ્થામાં નિખાલસતા લાવવી જરૂરી હતી. આખી દુનિયા આ દિશામાં જતી હતી. માહિતી ક્રાંતિ પછી સરકાર માટે નિયંત્રિત અર્થતંત્ર ચલાવવું વધુ મુશ્કેલ હતું, તેથી અર્થતંત્ર ખોલવું એ એક સારું અને જરૂરી પગલું હતું.
પરંતુ ત્યાર પછીના બે નિર્ણયોએ પ્રારંભિક સમૃદ્ધિનો માર્ગ તો બતાવ્યો, પરંતુ આપણી આત્મપૂર્ણતા આપણી પાસેથી છીનવાઈ ગઈ. નેવુંના દાયકામાં આપણે વિશ્વની નજરમાં એક વિશાળ બજાર હતા. ૧૯૯૧માં આપણે ૯૦ કરોડ હતા, જે યુએસની વસ્તી કરતા સાડા ત્રણ ગણા વધુ હતા. તેથી જ નેવુંના દાયકાના મધ્યભાગમાં જ્યારે આપણ બજાર વિદેશી કંપનીઓ માટે ખુલ્યું, ત્યારે તમામ મુખ્ય નાની/મોટી વિદેશી કંપનીઓ ભારતમાં વ્યાપાર માટે ધસી આવી.
૧૯૯૧માં ભારતની નિકાસ ૧૭,૯૦૦ મિલિયન હતી અને આયાત ૧૯,૫૦૯ મિલિયન ડોલર હતી, ૨૦૦૧મ આપણી નિકાસ ૪૩,૮૭૮ મિલિયન હતી અને આયાત ૫૦, ૯૭૧ મિલિયનની થઈ. દસ વર્ષ પછી ૨૦૧૧માં આ તફાવત વધ્યો અને આપણી નિકાસ ૩૦,૧૪૮૩ મિલિયન ડોલર થઈ તો આયાત ૪૯,૨૪૦૩ મિલિયન ડૉલર થઈ ગઈ. અને ત્યારે બાદ આવનારા વરષોમાં ડેટા જોવા અહી મળી રહેશે.
આયાત અને નિકાસમાં આપણી વેપાર ખાધ વધી રહી હતી, સાથે જ આપણું ઉત્પાદન પણ ઘટી રહ્યું હતું. ભારત જેવો વિશાળ દેશ કે જે સાધન સંપન્ન છે, ઉચ્ચ બુદ્ધિમત્તા ધરાવતા લોકોથી ભરપૂર છે અને જેનો વિશ્વના જીડીપીના ત્રીજા ભાગથી વધુનો ઇતિહાસ છે, તે આત્મનિર્ભર હોવો જ જોઈએ. કમનસીબે ૨૦૧૪ સુધીમાં એટલે કે જયારે વિશ્વમાં આર્થિક પરિદૃશ્ય બદલાઈ રહ્યું હતું, તે દિવસોયા ભારત નાના ટેલિફોનના વાયરથી લઈને મોટા અર્થમૂવર્સ સુધી, અનેક સાધનો, વસ્તુઓ વગેરેની આયાત કરતું હતું. સર્વિસ આધારિત આઈટી સેક્ટરની દુનિયામાં આપણો ડંકો વાગી રહ્યો હતો અને આપણે તેનાથી ખુશ હતા. ઘણા સમય પહેલા જયારે આપણે આઈટી ક્ષેત્રમાં ૫૦ બિલિયન યુએસ ડોલરની નિકાસનું લક્ષ્ય નક્કી કર્યું હતું,
आत्मनिर्भर भारत का अर्थ क्या है?
આત્મનિર્ભર એટલે શું ? ટૂંકમા કહીએ તો આત્મનિર્ભર એટલે આયાત ઓછી અને નિકાસ મોટા પ્રમાણમાં થતી હોય તેવી પરિસ્થિતિ હોય તેને આત્મનિર્ભર કહેવાય. આત્મનિર્ભર ભારત એ શક્ય બની શકે? આત્મનિર્ભર ભારત બનાવવા માટે સરકારે કેવી અર્થવ્યવસ્થાની જોગવાઈ કરવી જોઈએ. તો મનમાં ઘણા પ્રશ્નો થતા હોય છે તો આપણે પ્રથમ આત્મનિર્ભરતા વિશે જાણવું જોઈએ.