આપણે ઘણી વાર સાંભળતા હોયે છે અને કહેવત પણ ઘણી બધી છે. એક મિત્ર કેવો હોવો જોઈએ. મિત્ર અને કહી શકાય કે જે કીધા વગર મિત્ર ના મન ની વાત જાણી લ્યે. પણ ઇતિહાસ ચેતવણી આપે છે કે દરેક જણ સારો મિત્ર નથી હોતો. તો તમારે એક સારા મિત્ર કેમ શોધ છો. તો આ friendship day na દિવસે આપણે પણ એક એવો મિત્ર શોધવો જોઈએ કે તે હંમેશાની માટે સાથે આપવો જોઈએ.
Table of Contents
આપણે બધા મિત્રો જાતે જ પસંદ કરીએ છીએ. જીવન એક શ્રેષ્ઠ મિત્ર સાથે ખૂબ જ સરળ અને મનોરંજક બની જાય છે. આપણે આજના જમાનામાં જોયે તો અત્યારે તો પોતાના કુટુંબી પણ પોતાના નથી થતા. પરિવાર સાથે હોય તો પણ અને ના હોય તો પણ જો તમારી પાસે એક સાચો મિત્ર હશે તો તમે ગમે તેવી પરિસ્થિતિ માં પણ બહાર નીકળવાની હોસ અપાશે. તો આજે આવા મિત્રોને યાદ કરી અને તેમને પણ Wish you happy Friendship day; ફ્રેંડ્સશિપ ડે વિષ કરીયે.
Friendship day; ફ્રેંડ્સશિપ ડે શા માટે ઉજવવામાં આવે છે .
મધર ડે, ફાથર ડે, સિસ્ટર ડે. એવી જ રીતે Friendship day; ફ્રેંડસશીપ ડે દર વર્ષે આખી દુનિયામાં ઉજવવાણી કરવામાં આવે છે. પરંતુ દુનિયાના બધા દેશોમાં સમય અલગ હોવાથી ઓગસ્ટ મહિનાના પહેલા રવિવારે ફ્રેંડશીપ ડે (Friendship day ) ઉજવણી કરવામાં આવે છે.આજે ફ્રેન્ડશિપ ડે ઊજવાશે, પણ ફ્રેન્ડશિપમાં એ વાત નથી જે ફ્રેન્ડલીનેસમાં હોય છે. ઓશોએ આ બે શબ્દોને અલગ પાડ્યા છે. તેઓ કહે છે, ફ્રેન્ડશિપ એક એવું બંધન છે જેમાં લેતીદેતી છે. ફ્રેન્ડલીનેસ મતલબ કે મૈત્રીભાવ પ્રવાહી સમાન છે. તે મૈત્રીનો એક વહેતો પ્રવાહ છે, પ્રેમભર્યા હૃદયની તે મહેક છે જે દશે દિશામાં ફેલાય છે.
મિત્ર એ એક એવો સબંધ છે. કે જે ના તો લોહીનો કે ના તો કોઈ કુટુંબ નો સંબંધ નથી. મિત્ર તો લાગણી, પ્રેમ અને ભાઇસારા નો સબંધ છે. આજના સમયમાં દરેક વ્યક્તિને એક બેસ્ટ ફ્રેન્ડ હોય છે. પછી ભલે તે બે છોકરા વચ્ચે હોય કે બે બહેનપણી વચ્ચે હોય. પણ મિત્ર ને આપણે મન ની વાત કહી શકીયે શીયે. જયારે અમુક વાત એવી હોય કે ટેન્શન વળી કોઈ બાબત હોય તો જ્યાં સુધી મિત્ર હોય ત્યાં સુધી એ વાત આપણા પરિવાર ને પણ નથી કહેતા. તો એવો સબંધ મિત્રનો હોય છે.
મિત્રતા કેવી હોવી જોયે. મિત્ર કોને કહેવાય ?
જયારે કોઈ પણ વ્યકિતી ના વ્યક્તિત્વની વાત કરવામાં આવે ત્યારે સોકસપણે તેના મિત્રોનો ઉલ્લેખ કરવામાં આવે છે. આમ મિત્ર થી મિત્રના વ્યક્તીત્વની ઓળખ થાય છે. એકલા રહેતા લોકો ઘણી વાર ખુશ નથી હોતા. કારણ કે પોતાની બાબતો અને વિચારોના સહભાગી થવા માટે તેઓ પાસે મિત્રો નથી. ઈસુ ખ્રિસ્તના શબ્દો સાચા છે: “લેવા કરતાં આપવામાં વધારે ધન્યતા છે.” આ હકીકતને સમર્થન આપતા અંગ્રેજી કવિ જ્યોર્જ બેરોને લખ્યું: “ખુશી મેળવનાર પોતે પણ ખુશી આપે છે.”
મિત્ર એટલે શું? આમ તો મિત્રની વ્યાખ્યા કરવી ઘણી અઘરી છ. કારણ કે મિત્ર એ એક એવો આત્મીય સબંધ છે કે તેના પુરાવા આપણે ઇતિહાસમાં પણ જોવા મળે છે. મિત્રો વચ્ચે ક્યારેય કોઈ ઉચ્ચ કે નિસ નો ભેદ નથી હોતો. તે તમને જરૂરતના સમયમાં ઉત્તેજન અને હિંમત આપી શકે. તે તમારા દુઃખમાં પણ સહભાગી થઈ શકે. રાજા સુલેમાને કહ્યું: “મિત્ર સર્વ સમયે પ્રીતિ રાખે છે, અને ભાઈ પડતી દશાને માટે જન્મ્યો છે.” સમય પસાર થતા ભૌતિક વસ્તુઓનું મૂલ્ય ઘટતું જાય છે પરંતુ સાચી મિત્રતા સમય જતા ખીલી ઊઠે છે.
કૃષ્ણ અને સુદામા ની મિત્રતા આજે કેમ ભુલાય ?
સુદામા શ્રી કૃષ્ણના બાળપણના મિત્ર હતા. એવું માનવામાં આવે છે. કે સુદામા અને કૃષ્ણ જયારે આશ્રમ માં સાથે અધ્યન કરતા ત્યારે એક બીજાના પરમ મિત્ર હતા.
સુદામાનો જન્મ એક દરિદ્વ્ બ્રહ્માન પરિવારમાં થયો હતો, જ્યારે કૃષ્ણમોં જન્મ ધનવાન પરિવારમાં જન્મ થયો હતો. જો કે, તેમની સ્થિતિ વચ્ચેનો તફાવત કોઈપણ રીતે તેમની સાચી મિત્રતા અથવા બંધનને અવરોધતો ન હતો. સુદામા અને કૃષ્ણ બંને અવિભાજ્ય હતા. આવો મિત્રતાના શુભ અવસર પર તેમને યાદ કરીએ…
સાથે અભ્યાસ પૂરો કર્યા પછી ઘણા વર્ષો સુધી કૃષ્ણ અને સુદામા એકબીજાને મળ્યા નહોતા. સુદામા હંમેશા તેમના ભગવાન કૃષ્ણના હૃદય-આત્મામાં હતા અને તેઓ ફરીથી મળ્યા ત્યાં સુધી તેમનો વિચાર કરતા રહ્યા હતા. ઘણાં વર્ષો પછી સુદામા કૃષ્ણને મળ્યા તે સમગ્ર ઘટના ખૂબ જ હૃદયસ્પર્શી અને અવિસ્મરણીય છે.
ભગવાન કૃષ્ણ અને સુદામા બાળપણના મિત્રો અને ગુરુકુળમાં એકબીજાની સાથે ભણતા હતા. કૃષ્ણ ને સુદામા પોતાનું અધ્યન સંદીપની ઋષિના આશ્રમ માં કરતા હતા. તેમનું શિક્ષણ પૂરું થયા પછી તેઓ અલગ થઈ ગયા. પરંતુ કૃષ્ણ કે સુદામા બંને એકબીજાને ભૂલી શક્યા નહોતા.
આ પણ વાંચો ચાંદીપુરા વાયરસ ખરેખર શું છે? જાણો સંપૂર્ણ માહિતી અહીં જુવો.